હનુમાનજીના ભક્ત એવા આયર્લેન્ડના 2 સાયકલીસ્ટોનું ભરૂચમાં આગમન, દેશના ધાર્મિક સ્થળોની લેશે મુલાકાત..!

આયર્લેન્ડના 2 સાયકલીસ્ટો 8,500 KM સાયકલ યાત્રા ખેડી ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા.

Update: 2023-03-17 10:50 GMT

આયર્લેન્ડના 2 સાયકલીસ્ટો 8,500 KM સાયકલ યાત્રા ખેડી ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા. આ બન્ને સાયકલીસ્ટોનો મુખ્ય ઉદ્દેશ ભારતની સંસ્કૃતિ અને ધાર્મિક સ્થળોની મુલાકાત કરી ભારતીય સંસ્કૃતિ વિષે વિસ્તૃત માહિતી મેળવવાનો છે.

આયર્લેન્ડના 2 સાયકલીસ્ટ અલગ અલગ દેશોમાં સાયકલ યાત્રા કરી ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. ભારતની સંસ્કૃતિ અને ધાર્મિક સ્થળોની મુલાકાત કરી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી મેળવી હતી. તેઓ ભારતમાં કુલ 8,500 કિલોમીટર ટ્રાવેલ કરી ચૂક્યા છે. 9 મહિનાના સમયગાળામાં બન્ને સાયકલિસ્ટ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને હાલ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. હવે તેઓ રાજસ્થાન અને નેપાળ જશે. તેઓ હનુમાન દાદામાં ખૂબ આસ્થા ધરાવવા સાથે હનુમાનજીને શક્તિશાળી ભગવાન માને છે. એટલું જ નહીં, તેઓ પાસે ઇન્ડિયા તેમજ હનુમાનજીનો ધ્વજ પણ છે. ટ્રાવેલ્સ દરમિયાન તેઓએ હનુમાનજીના મંદિરમાં પણ આસરો લીધો હતો. અંકલેશ્વર ખાતે પહોચી બન્ને સાઈકલીસ્ટોએ જય શ્રી રામ અને જય હનુમાનના નારા લગાવી રાજસ્થાન તરફ જવા રવાના થયા હતા.

Tags:    

Similar News