ભરૂચ: ભાજપના ડોકટર સેલ દ્વારા કસક ઘરડાઘરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

કસક ઘરડા ઘર ખાતે તમામ સ્પેશ્યલિસ્ટ તબીબો દ્વારા 150 થી વધુ વડીલોના આરોગ્યની તપાસ કરી નિદાન કરાયું હતું.

Update: 2022-09-04 11:53 GMT

ભરૂચના કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘર ખાતે ભાજપના ડોકટર સેલ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં 150 થી વધુ વડીલોના સ્વાસ્થ્યની તપાસ અને નિદાન કરાયું હતું. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલ દ્વારા લોકોના આરોગ્યના લાભાર્થે રવિવારે નિઃશુલ્ક નિદાન અને સારવાર અર્થે મેડિકલ કેમ્પ યોજાયો હતો. કસક ઘરડા ઘર ખાતે તમામ સ્પેશ્યલિસ્ટ તબીબો દ્વારા 150 થી વધુ વડીલોના આરોગ્યની તપાસ કરી નિદાન કરાયું હતું.

વધુ સારવાર કે ઓપરેશનની જરૂર રહેલા વડીલ દર્દીઓને ડોકટર સેલના તબીબોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવનાર છે. આગામી 25 સપ્ટેમ્બરે આદિવાસી વાલિયા તાલુકામાં ભાજપ ડોકટર સેલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.સાથે જ જિલ્લા ભાજપ તમામ 9 તાલુકાઓમાં ડોકટર સેલના સથવારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવા જઈ રહી છે. જેનો લાભ તમામ લોકોને લેવા જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરિયાએ અનુરોધ કર્યો છે.આજના મેડિકલ કેમ્પમાં ડોકટર સેલના પ્રમુખ, આગેવાનો, હોદેદારો સાથે ભાજપ મહામંત્રી નિરલ પટેલ, મંત્રી નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના જોડાયા હતા.

Tags:    

Similar News