ભરૂચ : ઇન્સ્ટા આઇડી પર ખોટુ નામ ધારણ કરી વિધર્મી યુવક કરતો હતો મહિલાને પરેશાન, પોલીસે કરી ધરપકડ...

મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-01-06 07:16 GMT

ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા તેમજ મહીલા વિરુદ્ધ બનતા શારીરીક તથા જાતીય શોષણના ગુનાઓ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ અને સૂચનાના આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. જે બાબતે પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ કરતા ગુનાના કામે ભરૂચના ચાવજ ગામે રહેતો 25 વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલ શરૂઆતથી જ પોતાનો ધર્મ છુપાવી ઇન્સ્ટા આઇડી ઉપર "Arya patel " ખોટુ હિન્દુ નામ ધારણ કરી સાચી હકીકતો છુપાવીને ફરીયાદી મહિલા સાથે છેતરપીંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ ફરીયાદીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરીક અડપલા તેમજ શારીરીક શોષણ કરી પોતે મરી જવાની ધમકી આપી રૂ. 50 હજાર બળજબરી પૂર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતો હોય, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.ઝણકાટ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મળેલ બાતમીના આધારે આ કામના આરોપીની માહિતી મેળવી પોલીસ ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આરોપી આદિલ અબ્દુલ પટેલને ચાવજ ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News