ભરૂચ : ઉત્રાજ ગામે સંત નિરંકારી મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના આર.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Update: 2021-08-21 13:18 GMT

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઉત્રાજ ગામે સંત નિરંકારી મંડળ, અંકલેશ્વરના આર.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજ (નિરંકારી માતાજી)ની પ્રેરણા થકી સંત નિરંકારી મંડળ, અંકલેશ્વર બ્રાંચ દ્વારા હાંસોટ તાલુકાના ઉત્રાજ ગામ સ્થિત પાણી પુરવઠા યોજનાની બાજુમાં 1 હજાર જેટલા વૃક્ષોનું આર.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે આર.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, તે તમામ વૃક્ષોનું જતન થાય તે માટે 3 વર્ષ સુધી નિયમિત પાણી, ખાતર તથા જરૂરી દવાઓનો છંટકાવ નિરંકારી મંડળના અનુયાયીઓ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત ઉત્રાજ ગામ પંચાયતના સરપંચ મેહૂલ પટેલે આ સરાહનીય કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન નિરંકારી મંડળના અનુયાયીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News