ભરૂચ: ઝઘડિયાની બોરોસીલ કંપનીમાં લોખંડની પ્લેટ નીચે દબાઇ જતા કામદારનું મોત

સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં આ ઇજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો

Update: 2022-08-20 08:21 GMT

મળતી વિગતો મુજબ મુળ વેસ્ટ બંગાલનો રહીશ અને હાલ ભરૂચના ઝઘડિયાની બોરોસિલ કંપનીની લેબર કોલોની ખાતે રહેતો ૩૦ વર્ષીય સફીકુલ તામીજઉદ્દિન શેખ ગતરોજ અન્ય કામદારો સાથે બોરોસિલ કંપનીમાં પાયલિંગ (બોર) નું કામ કરવા ગયો હતો, તે દરમિયાન સવારના અગિયાર વાગ્યાના સમયે હાઇડ્રાનો બેલ્ટ તુટી જવાથી લોંખડની પ્લેટ નીચે પડી હતી. આ પ્લેટ નીચે સફીકુલ દબાઇ જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં આ ઇજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના બાબતે મૃતકના પિતરાઇ ભાઇ નાઝીરહુશેન શેખ હાલ રહે. બોરોસિલ કોલોની અને મુળ વેસ્ટ બંગાલનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  

Tags:    

Similar News