ભરૂચ : ઝઘડીયામાં વ્યાપેલી ગંદકી બાબતે AAPના કાર્યકરોએ તંત્રને પાઠવ્યું આવેદન પત્ર

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ઝઘડીયામાં ઠેર ઠેર કચરાના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે

Update: 2021-07-26 11:06 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરમાં ઠેર ઠેર વ્યાપેલી ગંદકીને તાત્કાલિક ધોરણે સાફ કરાવવા બાબતે ઝઘડીયા પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ઝઘડીયામાં ઠેર ઠેર કચરાના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ નગરના માર્ગો પણ ખરાબ હાલતમાં છે અને ગામમાં કેટલાંક વર્ષોથી વિકાસના કામો તેમજ ઝઘડીયા GIDCમાં સ્થાનિક યુવાનોને નોકરી ઉપર રાખવામાં આવતા નહીં હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું. તો સાથે જ ઝઘડીયા તાલુકાના પાણેથા પાનેઠા, ઇન્દોર, ઉચેડીયા અને ગોવાલી જેવા ગામો કે, જે નર્મદા નદીના કિનારે આવેલા છે, ત્યાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો કેવડીયામાં કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી છે. પરંતુ પ્રતિમા સુધી જવા માટે ઉમલ્લાથી મુલદ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે સહિતની વિવિધ માંગણીઓ સાથે ઝઘડીયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Tags:    

Similar News