ભરૂચ: અંકલેશ્વરમાં ટૂંક જ સમયમાં શરૂ થશે એરસ્ટ્રીપ,ધારાસભ્ય દુષ્યંત પટેલે આપી માહિતી

ભરૂચ જીલ્લામાં ટૂંક જ સમયમાં એરસ્ટ્રીપ શરૂ થવા જઈ રહી છે જે અંગેના અણસાર ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપ્યા હતા

Update: 2021-12-25 11:07 GMT

ભરૂચ જીલ્લામાં ટૂંક જ સમયમાં એરસ્ટ્રીપ શરૂ થવા જઈ રહી છે જે અંગેના અણસાર ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપ્યા હતા આ અંગે તેઓએ કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના વિકસતા ઉદ્યોગો ને લઇ એરસ્ટ્રીપ બનાવની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા 1993 માં કરવામાં આવી હતી. જે બાદ 1994 થી જમીન એક્વાયર્ડ કરવા માટે તજવીજ શરુ કરાઇ હતી જે ભાવ તેમજ અન્ય કારણો સાર સર્જાયેલ વાદ વિવાદ વચ્ચે 2002 જમીન સંપાદન કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં હવાઈ પટ્ટી બનાવવા માટે વિધાનસભાના બજેટ સત્રમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ આનંદીબહેન પટેલના સમયમાં 100 કરોડ ઉપરાંતના બજેટની ફાળવી અંગે જાહેરાત પણ કરાઈ હતી. જોકે ત્યાર બાદ પણ એરસ્ટ્રીપનું નિર્માણ ન થતા તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યોએ એરસ્ટ્રીપની સૂચિત સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. આજરોજ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં એરસ્ટ્રીપની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા રૂપિયા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને જાન્યુઆરી માસના અંત સુધીમાં કામગીરી શરૂ કરવામાં આવશે. ત્રણ પ્લેન પણ પાર્ક થઈ શકે એ પ્રમાણેની એરસ્ટ્રીપ તૈયાર થવા જઈ રહી છે. આ બાબતે ધારાસભ્ય દુષ્યંત પટેલે કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી

Tags:    

Similar News