ભરૂચ : બરાનપુરામાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિકોએ મચાવ્યો હોબાળો...

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Update: 2022-05-27 13:10 GMT

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોએ સફાઈ કરવાની માંગ સાથે પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે મોડી રાત્રે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે. એટલું જ નહીં દુર્ગંધના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકા આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ખુલ્લી ગટરની સફાઇ કરવાની ઉગ્ર માંગ કરી છે. સ્થાનિકોએ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાની માંગ સાથે પાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આગામી દિવસોમાં પાઇકા દ્વારા અહીની ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશતો પણ સ્થાનિકો વ્યક્ત કરી હતી.

Tags:    

Similar News