ભરૂચ : ઝઘડીયાના સારસા નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ચાલકને પહોચી ગંભીર ઈજા...

ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.

Update: 2023-08-17 11:25 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવા ચાલકને ગંભીર ઈજા પહોચી હતી. રોંગ સાઈડે આવતા આઈસર ટેમ્પો સાથે હાઈવા ટ્રક ધડાકાભેર અથડાતાં અકસ્માત હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક એક હાઇવા ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.

અકસ્માતની જાણ થતાં રાજપારડી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ, હાઇવા ટ્રકનો ડ્રાઇવર રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઇ રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઇડે આવી રહેલ એક આઇસર ટ્રક આ હાઇવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઇવાનો ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઇજાગ્રસ્તને જમણા પગે ફેકચર થયું હોય, ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત ખાતે લઇ જવાયો હતો. અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. ઇજાગ્રસ્ત હાઇવા ટ્રકના ચાલકે આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News