ભરૂચ:મોટા સાંજા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી,વૃધ્ધ મહિલાનું મોત

Update: 2021-09-26 10:02 GMT

ઝઘડીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે ૭ વાગ્યાના અરસામાં ઝગડીયા તાલુકાના મોટા સાંજા ગામે રાયણી ફળીયામા રહેતી ૮૦ વર્ષીય વૃધ્ધ મહીલા લખીબેન બચુભાઈ વસાવા ઘરના વાડાના ભાગે નીકળ્યાં હતાં તે દરમ્યાન તેમના કાચા મકાનની દિવાલ ધરાશયી થતાં મહીલાને હાથ પર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાના પગલે વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.ઝઘડીયા પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ધરાશયી થઇ હોવાનું જાણવા મળ્યું હતું

Tags:    

Similar News