ભરૂચ: નવરાત્રિના પર્વને ઉજવવા માટે અનેરો થનગનાટ, મુર્તિકારોએ માતાજીની મુર્તિને આપ્યો આખરી ઓપ

ભરૂચ જીલ્લામાં નવરાત્રિના પર્વને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે મુર્તિકારો માતાજીની મુર્તિને આખરી ઓપ આપી રહ્યા છે.

Update: 2022-09-23 06:04 GMT

ભરૂચ જીલ્લામાં નવરાત્રિના પર્વને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે મુર્તિકારો માતાજીની મુર્તિને આખરી ઓપ આપી રહ્યા છે.

સમગ્ર વિશ્વને છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું જેના પગલે ઉત્સવો અને તહેવારો ફીકા પડ્યા હતા પરંતુ કોરોનાનું સંકટ ટળી જતા હવે નવરાત્રી ઉત્સવ મનાવવા માટે પણ આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પ્રતિમાઓને આખરી ઓપ અને શણગાર કરવા માટે પણ મૂર્તિકારો પણ સજ્જ થઈ ચૂક્યા છે.આસો નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરી તેની ઉપાસના કરવા સાથે આરાધના કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે અને ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ સ્થળ ઉપર માતાજીની સ્થાપના કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં માં જગદંબાની પ્રતિમાઓ સહિત વિવિધ માતાજીની પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે સાથે જ માતાજીને વિશેષ શણગાર કરી માતાજીને નયનરમ્ય સ્વરૂપ આપી રહ્યા છે.

Tags:    

Similar News