ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિના ભાગરૂપે જે.પી.કોલેજ ખાતે રમત-ગમત કાર્યક્રમ યોજાયો....

રમત દ્વારા એકતાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની પ્રવુતિને પ્રોત્સાહન મળે

Update: 2022-09-15 12:06 GMT

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જીલ્લા કક્ષાની 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિના ભાગરૂપે રમત-ગમતનું આયોજન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિના ભાગરૂપે જે.પી.કોલેજ ખાતે રમત-ગમત કાર્યક્રમ યોજાયો....

રમત દ્વારા એકતાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની પ્રવુતિને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચની જે.પી.કોલેજ ખાતે રમત-ગમતનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં રમત અંગે ઉપસ્થિત મહાનુભાવો સહિતના સૌ કોઈએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે દોરડા ખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા. જે.પી.કોલેજના આચાર્ય નીતિન પટેલ સહીતના આમંત્રિતો અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News