ભરૂચ : બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ સ્પર્ધા યોજાય…

ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ તથા હરિ ૐ આશ્રમ-સુરતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-03-18 07:43 GMT

ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ તથા હરિ ૐ આશ્રમ-સુરતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ આયોજીત હરિ ૐ આશ્રમ-સુરત પ્રેરીત જિલ્લાના યુવાનો માટે જિલ્લા કક્ષાની ઓપન વિભાગની હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનુ મજમુદાર હાફ મેરેથોન દોડ સ્પર્ધા ભાઈઓ માટે 20 કિમી તથા માઁ ઈશ્વરી હાફ મેરેથોન દોડ સ્પર્ધા બહેનો માટે 10 કિમી ભારદ્વાજ આશ્રમ મંગલેશ્વરથી અંગારેશ્વર, ધર્મશાળા થઈ ઝનોરથી પરત એ જ રૂટ ઉપર ભારદ્રાજ આશ્રમ મુકામે યોજાય હતી. આ સ્પર્ધામાં કુલ 112 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને હરિ ૐ આશ્રમ-સુરતના ટ્રસ્ટી રજનીકાંતભાઈ, જગદીશભાઈ તથા પંકજ રાજ તેમજ બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીન રાજપુતના હસ્તે સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. આ સ્પર્ધાના વિજેતા ભાઈઓમાં પ્રથમ જયેશ પટણી, દ્વિતિય વસાવા વીર, તૃતીય શુભમ વસાવા તથા બહેનોમાં પ્રથમ સાક્ષી વસાવા, દ્વિતિય માહી વસાવા, તૃતિય ધ્રુવી વસાવા વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચલન અર્જુન રાવળે કર્યું હતું. આ પ્રસંગે વ્યાયામ શાળાના અન્ય ટ્રસ્ટીઓ અને તાલીમાર્થીઓએ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News