ભરૂચ : સિવીલ હોસ્પિટલના NRC સેન્ટર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાય…

વેલ્ફર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના દ્વિતીય વર્ષના GNMના વિદ્યાર્થીનીઓએ સ્તનપાન અંગેની માહિતી ચાર્ટ દ્વારા આપી

Update: 2023-08-04 13:06 GMT

ભરૂચ જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવેલા NRC સેન્ટરમાં 0 માસથી લઈને 5 વર્ષ સુધીના કુપોષિત બાળકોને દાખલ કરવામાં આવે છે. અહીંયા બાળકોને 14 દીવસ સુધી મફતમાં સારવાર આપવામાં આવે છે. તા. 1 થી 7ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ જયશ્રી કટારીયા દ્વારા NRC ભરૂચ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના RCHO ડોક્ટર હસમુખ પટેલ તથા પીડીયાટ્રીક વિભાગના જાહેદા ખાન, ડોક્ટર રૂપેશ દિવાકર તથા વેલ્ફર ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગના ગાયનેક ડોક્ટર પારૂલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

વેલ્ફર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના દ્વિતીય વર્ષના GNMના વિદ્યાર્થીનીઓએ સ્તનપાન અંગેની માહિતી ચાર્ટ દ્વારા આપી હતી, જ્યારે સ્તનપાનથી થતા ફાયદાઓ અંગે કાર્યક્રમમાં હાજર માતાઓને સમજ આપવામાં આવી હતી. માતાઓ પોતાના બાળકોને સ્તનપાન નથી કરાવતી તેના ગેરફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. જેમાં બાળકોના જન્મ પછી 6 માસ સુધી બાળકને માતાનું જ ધાવણ આપવાનું જાણવામાં આવ્યું હતું.

Tags:    

Similar News