ભરૂચ: ઝઘડિયાના વિવિધ રૂટ પર બંધ કરવામાં આવેલી બસને ફરીથી ચાલુ કરવા BTPના આગેવાનો દ્વારા ST વિભાગને કરાય રજૂઆત

ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે બસો નિયમિત ચાલતી હતી જેને આવક ઓછી થવાના કારણો બતાવી બંધ કરવામાં આવી હતી,

Update: 2022-07-23 11:43 GMT

ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે બસો નિયમિત ચાલતી હતી જેને આવક ઓછી થવાના કારણો બતાવી બંધ કરવામાં આવી હતી, તાલુકાના વિવિધ રૂટ પર બંધ કરવામાં આવેલી બસોને ફરીથી નિયમિત ચાલુ કરવા માટે ઝઘડિયા તાલુકા બીટીપી અને બીટીટીએસના હોદ્દેદારોએ ઝઘડિયા બસ ડેપોના મેનેજરને ઉગ્ર રજુઆત કરી હતી ટુક સમયમાં બસો ચાલુ કરવા જણાવામાં આવ્યુ હતુ.તાલુકાના ગામડાઓમાંથી શાળા અને કોલેજે જતા વિદ્યાર્થીઓને નિયમિત બસના આવવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી આગામી દિવસોમાં બસનો રૂટ જે હતો એ રીતે સમગ્ર તાલુકામાં ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાંથી સ્કૂલો અને કૉલેજોના વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય ત્યાં બસો ચાલુ કરવા માટે બાલુભાઇ વસાવાની આગેવાનીમાં બીટીટીએસ તેમજ બીટીપીના હોદ્દેદારો દ્વારા ઝઘડિયા બસ ડેપોના મેનેજરને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.આગામી દિવસોમાં જો બસોને ફરીથી નિયમિત ચાલુ કરવામાં નહી આવે તો તાલુકાની વિવિધ બસોને રોકી ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

Tags:    

Similar News