ભરૂચ : પેપર લીક કૌભાંડમાં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે આપ્યું તંત્રને આવેદન...

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગત તા. 29મીના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટી) સર્વવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી.

Update: 2023-02-04 10:22 GMT

રાજ્યમાં અવારનવાર થતાં પેપર લીક કૌભાંડ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી જવાબદારો વિરુદ્ધ કડકમાં કડડ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગત તા. 29મીના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટી) સર્વવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી. જેમાં 9.30 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા મોકુફ રખાય હતી. આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જવાબદારો વિરુદ્ધ કડકમાં કડડ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પેપર ફોડનારની સામે તથા જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવી, પરીક્ષાર્થીઓને પરીક્ષા ફી પરત આપવી, પરીક્ષા સ્થળે આવવા-જવા તથા રહેવા-જમવાની પાછળ જે ખર્ચ થયો હોય તેનું પરીક્ષાર્થીઓને વળતર આપવું ઉપરાંત આ મામલે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરી જવાબદારો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરાય હતી, ત્યારે આ આવેદન પત્ર રજૂ કરતી વેળા ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News