ભરૂચ: અંકલેશ્વર શહેરમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કુત્રિમ જળકુંડનું નિર્માણ

Update: 2021-09-15 12:54 GMT

અંકલેશ્વર શહેરમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે હાંસોટ રોડ પર આવેલ હનુમાન મંદિર નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે

અંકલેશ્વર નગર પાલિકા હદ વિસ્તારમાં ગણેશ પંડાલો તેમજ ઘરમાં બેસાડવામાં આવેલ ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન માટે નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાન મંદિરની પાછળ એક કૃત્રિમ તળાવ ઉભુ કરવામાં આવ્યું છે જેમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી ચાર ફૂટ સુધીની જ પ્રતિમાઓનું સ્થાપન કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે જળ પ્રદૂષણ ન ફેલાય એના ભાગરૂપે તંત્ર દ્વારા આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને કોરોના ગાઈડલાઇન અનુસાર જ વિસર્જન કરવાનું રહેશે

Tags:    

Similar News