ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીમાં કોમન પ્લોટની ફાળવણીનો વિવાદ,મહિલાઓનો GIDC કચેરીએ હલ્લાબોલ

અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો

Update: 2022-04-04 10:37 GMT

અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો

અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ નો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ હલ્લા બોલ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો જન જાગૃતિ આંદોલન સમિતિના નેજા હેઠળ હવે આ મામલે સ્થાનિક મહિલાઓએ મોરચો સંભાળ્યો હતો.મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર અંદાજમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.મહિલાઓના આક્ષેપ અનુસાર જીઆઇડીસી દ્વારા કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે જે પ્લોટ રદ થવો જોઈએ.

મહિલાઓએ જીઆઇડીસી ઓફીસમાં હલ્લો મચાવી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.તો આ તરફ જીઆઈડીસી કચેરીના અધિકારીઓએ આ મામલે પગલા ભરાશે તેવી બાહેંધરી આપી હતી.

Tags:    

Similar News