ભરૂચ : 413 ગ્રા.પં.માં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, બુથ પર જવા પોલિંગ સ્ટાફ રવાના

ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે

Update: 2021-12-18 10:47 GMT

ભરૂચ જિલ્લામાં રવિવારે યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ બન્યું છે. 413 ગ્રામ પંચાયતોમાં થનારી ચુંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે જેના માટે 5 હજાર કરતાં વધારે કર્મચારીઓ અને 2 હજાર કરતાં વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે. જિલ્લાના મતદાન મથકો પર નજર નાખવામાં આવે તો 175 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 259 મતદાન મથકો સંવેદનશીલની કેટેગરીમાં આવે છે. આ મતદાન મથકો ખાતે મતદારો નિર્ભિક બની મતદાન કરી શકે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવશે.

ભરૂચના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જોકે ઉમેદવારી પરત ખેંચાયા બાદ હવે 413 ગામોમાં જ ચૂંટણી થવાની છે. જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ભરૂચમાં કે.જે. પોલીટેકનીક ખાતેથી અને અંકલેશ્વરમાં જીનવાલા સ્કુલ ખાતેથી પોલિંગ સ્ટાફને ચુંટણીની ફરજો સોંપવામાં આવી હતી. રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. કલેકટર તુષાર સુમેરા, ભરૂચના એસડીએમ એન.આર.પ્રજાપતિ, અંકલેશ્વરના એસડીએમ રમેશ ભગોરા, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતના અધિકારીઓએ હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું...

Tags:    

Similar News