ભરૂચ: જાણીતા વક્તા ડો હેમાંગ પટેલે શ્રી રામચરિત માનસમાંથી પ્રસંગો લઈ સમાજમાં સામાજિક સમરસતાનું સમજાવ્યું મહત્વ

સમાજમાં સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું

Update: 2023-12-10 06:05 GMT

ભરૂચમાં શ્રી રામ ચરિત માંસ કથાનું આયોજન

શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજન કરાયુ

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે લાભ

ભગવાન શ્રી રામના સથવારે સામાજિક સમરસતા મહોત્સવ અંતર્ગત શ્રી રામચરિત માનસ કથાનું ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે જાન્યુઆરી માસમાં અયોધ્યામાં શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તે પૂર્વે સમાજમાં સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.શક્તિનાથ મંદિરના પટાંગણમાં 7 દિવસ યોજવામાં આવેલ શ્રી રામચરિત માનસ કથામાં રામાયણના અલગ અલગ પ્રસંગો પર જાણીતા વક્તાઓ સામાજિક સમરસતા પર વક્તવ્ય આપી રહ્યા છે.

શ્રી રામચરિત માનસ કથામાં જેટલું મહત્વ હનુમાનજીનું છે તેટલું જ મહત્વ માતા શબરી તેમજ કેવટનું છે.રામાયણના દરેક પ્રસંગો સામાજિક સમરસતાના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ છે.કથાના બીજે દિવસે સામાજિક સમરસતા મંચના ગુજરાત પ્રાંત સંયોજક ડો.હેમાંગ પટેલે શ્રી રામચરિત માનસમાંથી માતા શબરી તેમજ કેવટના પ્રસંગો લઈ સમાજમાં સામાજિક સમરસતાનું મહત્વ સમજાવ્યું હતું.

Tags:    

Similar News