ભરૂચ: મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો,લોકોને લાભ લેવા તંત્ર દ્વારા કરવામાં આવ્યો અનુરોધ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ મતદાન મથકો પર આ અંગેની કામગીરી કરવામાં આવી હતી

Update: 2023-12-03 10:52 GMT

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ મતદાન મથકો પર આ અંગેની કામગીરી કરવામાં આવી હતી

રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલ મતદાન મથકએ બીએલઓની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા કે, સરનામા બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરાવી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામનો ઉમેરો કરાવી શકશે. તા.1 જાન્યુઆરી 2024ના રોજ જેમની ઉમર 18 વર્ષ કે, તેથી વધુ હોય તો તેવા લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવી શકશે.

Tags:    

Similar News