ભરૂચ: નેત્રંગ પંથકના ખેડૂતોએ અખાત્રીજ નિમિત્તે કર્યું પૂજન અર્ચન, સારી ઉપજની આશા

આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે,

Update: 2024-05-10 06:19 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગના કબીરગામે ખેડૂતોએ અખાત્રીજના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ હતું. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજની એક માન્યતા અનુસાર આજના દિવસથી કળયુગનો પ્રારંભ થયો હતો.

આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના ખેત ઓજારોનું પૂજન કરે છે. સાથે સાથે ખેતીવાડી સારી થાય તેવા ભાવથી અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.

Tags:    

Similar News