ભરૂચ: ઝઘડીયાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં આગ,ઓપરેટરનો આબાદ બચાવ

ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી

Update: 2023-01-03 06:30 GMT

ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે રહેતા ખેડૂત શૈલેન્દ્રસિંહ મકવાણાના ખાડીવગામાં આવેલા શેરડીના ખેતરમાં કટીંગ માટે ધારીખેડા સુગર દ્વારા શેરડી કટીંગ મશીન સાથે એક ટીમ મોકલવામાં આવી હતી આજરોજ વહેલી સવારે મશીન દ્વારા શેરડી કટીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે મશીનમાંથી એકાએક ધુમાડા નીકળતા મશીનનો ઓપરેટર સમય સૂચકતા સાચવી મશીનમાંથી નીચે ઉતરી ગયો હતો.શોર્ટ સર્કિટના કારણે આ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી.

આ વાતની જાણ ખેતર માલિકને કરવામાં આવતા ખેતર માલિક શૈલેન્દ્રસિંહ મકવાણા દ્વારા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેના પગલે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Tags:    

Similar News