ભરૂચ: અંકલેશ્વર નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ

ભરૂચ પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી.

Update: 2023-10-25 10:30 GMT

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર યુપીએલ-1 કંપની પાસેથી સેલવાસથી ભરુચ લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ પેરોલ પોલીસે બે ઇસમોને 1 લાખથી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.

ભરૂચ પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મારૂતી ફન્ટી કાર નંબર-જી.જે.16.એ.એ.5705માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સેલવાસથી ભરૂચ તરફ આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર યુપીએલ-1 કંપની પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 309 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 37 હજારનો દારૂ અને 1 લાખની કાર મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવા શુક્લતીર્થ ગામના બુટલેગર મનોજ અશોક પટેલ અને વિશાલ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દરુ ભરી આપનાર ધર્મેશ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News