ભરૂચ: જંબુસરના કાવલી ગામે નર્મદાનિગમની નહેરમાં ગાબડુ પડ્યું,નવી નગરી વિસ્તારમાંચોમાસાની રેલના દ્રશ્યો

ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા

Update: 2023-02-28 07:30 GMT

ભરૂચના જંબુસર તાલુકાના કાવલી ગામે નર્મદા નહેરમાં ભંગાણ પડતા જળ બંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરૂચના જંબુસર પંથકમાં નહેરમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથાવત રહયો છે ત્યારે ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Full View

સારોદથી કોરા કાવલી જતી માઇનોર નહેરમાં ગાબડું પડ્યું હતુ જેના કારણે નવી નગરી વિસ્તાર તરફ પાણી ફરી વળ્યુ હતું અને ચોમાસામાં રેલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેનાલ તૂટતા ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

Tags:    

Similar News