ભરૂચ : સરકારની યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો સીધો લાભ, વોર્ડ નં. ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવસેતુ કાર્યક્રમ યોજાયો

Update: 2024-01-10 09:40 GMT

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ

રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમોના કરાયા છે આઓજન

રોટરી ક્લબ હોલ ખાતે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

પાલિકાના વોર્ડ નં. ૧,૨,૩,૪,૯,૧૦ને આવરી લેવાયા

લાભાર્થીઓને એક જ સ્થળેથી યોજનાના લાભ અપાયા

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેરના ક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના ૧,૨,૩,૪,૯ અને ૧૦ વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે, જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ પર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ લાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News