ભરૂચ : વર્ષ 1906થી 1947 સુધીના ભારતીય રાષ્ટ્રધ્વજનું નારાયણ વિદ્યાલય દ્વારા ભવ્ય પ્રદર્શન યોજાયું

શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિધાલય શાળાના અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓ દ્વારા વર્ષ 1906થી 1947 સુધીના ભારત દેશના રાષ્ટ્રધ્વજનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું.

Update: 2022-08-06 11:38 GMT

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિધાલય શાળાના અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓ દ્વારા વર્ષ 1906થી 1947 સુધીના ભારત દેશના રાષ્ટ્રધ્વજનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચની નારાયણ વિધાલયમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં ધોરણ 6થી 10ના વિધાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 1906થી 1947 સુધીના ભારત દેશના જુદા જુદા સમયે બનેલા રાષ્ટ્રધ્વજનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. ઉપરાંત 30 જેટલા વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ વિશે પણ માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી. એટલું જ નહીં, શાળાના પ્રાથમિક વિભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ પણ જાતે રાષ્ટ્રધ્વજ બનાવ્યા હતા. આ સાથે જ માટીના નમૂનાનું પણ ભવ્ય પ્રદર્શન યોજાયુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભગુ પ્રજાપતિ, શિક્ષિકા વિદ્યા રાણા, પૂર્વીબેન, વર્ષાબેન, એલ.ડી.ભારદ્વાજ અને યોગીની વસાવાએવ જહેમત ઉઠાવી હતી.

Tags:    

Similar News