ભરૂચ:આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગના કર્મીઓને પગાર નહીં મળતા જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન

આઉટસોર્સિંગના 300 કર્મચારીઓનો બે મહિનાનો પગાર ન મળતા દિવાળી બગડી

Update: 2021-11-11 09:59 GMT

સરકારના આદેશ છતાં અધિકારીઓ અને એજન્સીઓની લાલિયાવાડીના કારણે ભરૂચ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના 300 કર્મચારીઓનો બે મહિનાનો પગાર ન મળતા દિવાળી બગડી છે અને તહેવારોમાં પણ દેવુ કરવાની નોબત આવતા રોષે ભરાયેલા કર્મચારીઓ જીલ્લા પંચાયત કચેરીએ પગાર અને વિવિધ પડતર માંગણી સાથે જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું

Tags:    

Similar News