ભરૂચ : ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 15 ટકા મતદાન

ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે.

Update: 2021-12-19 06:44 GMT

ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે. શિયાળાની ઠંડીમાં પણ મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો તેમના ગામના સરપંચ અને વોર્ડ સભ્યો ચુંટવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહયાં છે. જિલ્લા કલેકટર ડૉ. તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું વહીવટીતંત્ર ચુંટણીની કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે. જિલ્લાના મોટાભાગના મતદાન મથકો ખાતે શાંતિપુર્ણ માહોલમાં મતદાન થઇ રહયું છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલી ગ્રામ પંચાયતોમાં મતદાતાઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે. વાલીયાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન જુથ અથડામણની ઘટના સામે આવી છે જેમાં 5 લોકોને ઇજા પહોંચી છે. ડહેલીને બાદ કરતાં અન્ય જગ્યાઓ પણ કોઇ પણ વિધ્ન વિના મતદાન ચાલી રહયું છે.

Tags:    

Similar News