ભરૂચ: દેશના સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતર્મુહુત, મોટી સંખ્યમાં લોકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના જંબુસરમાં રૂ. 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .

Update: 2022-10-10 13:03 GMT

ભરૂચના જંબુસરમાં રૂ. 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું . આ સાથે જ વડાપ્રધાને વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.

Full View

આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે, ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં રૂ. 8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે, જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આજરોજ આ તમામ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આમોદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ભરૂચના સાંસદ મનસુખ વસવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા, ઈશ્વર પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાનું મોટાભાગનું ભાષણ ગુજરાતીમાં કર્યું હતું અને તેઓના કેન્દ્રસ્થાને આદિવાસીઓ રહ્યા હતા.

આમોદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમસિંહ યાદવને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. હતી.ભરૂચના કમા મુનશી અને ઓમકારનાથ ઠાકુરને યાદ કર્યા હતા.દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખુબ મહત્વનું છે એક જમાનો હતો જ્યારે ભરૂચ માત્ર ખારીસીંગ માટે ઓળખાતું હતું આજે ઉદ્યોગો વેપાર અને બંદરોની બાબતે ભરૂચમાં સમગ્ર વિશ્વમાં જયજયકાર થઇ રહ્યો છે 

Tags:    

Similar News