ભરૂચ : નાની ઇન્દોર ગામની સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક વડોદરાથી ઝડપાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાની ઇન્દોર ગામની સગીરાને ભગાડી જનાર યુવકને ઉમલ્લા પોલીસે વડોદરાના સિસવા ગામેથી ઝડપી પાડ્યો હતો.

Update: 2021-07-05 04:10 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાની ઇન્દોર ગામની સગીરાને ભગાડી જનાર યુવકને ઉમલ્લા પોલીસે વડોદરાના સિસવા ગામેથી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા ઝઘડીયા તાલુકાના નાની ઇન્દોર ગામનો મુબારક દિવાન‌ નામનો ઇસમ એક 14 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે તેણીને લઇને નાસી ગયો હતો. સગીરાના પરિવારજનોએ સગીરાની શોધ કરવા છતા, તે લોકોની કોઇ ભાળ મળી ન હતી, ત્યારે પરિવારજનોએ ઉમલ્લા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

જોકે, સગીર વયની હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મી યુવક મુબારક વડોદરા જિલ્લાના સિસવા ગામે હોવાની બાતમી મળતા ઉમલ્લા પોલીસે સિસવા ગામે જઇ મુબારક ઈસ્માઈલ દિવાનને ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સગીરાને હસ્તગત કરીને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હાલ તો ઉમલ્લા પોલીસે યુવાનની ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. જોકે, સગીરાનું ધર્માન્તરણ કરાયુ છે કે, કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News