ભરુચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પુરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ કિટનું કર્યું વિતરણ...

નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે.

Update: 2023-09-23 11:59 GMT

નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે. ત્યારે માનવસેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે મનુષ્ય જ મનુષ્યને મદદરૂપ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરી સામગ્રીઓ અને અનાજ કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલું છે ત્યારે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામમાં પણ એવા વિસ્તાર કે નર્મદા નદીના કાંઠે વસેલા મકાનો જમીન દોષ થઈ જતાં ત્રણ દિવસથી વીજ પુરવઠા વિના અંધાર પટમાં અને મચ્છરોના ત્રાસ વચ્ચે જીવન વિતાવતા લોકોને મદદરૂપ થવાનું અદભુત કાર્ય કર્યું છે. જેમાં જીવન જરૂરી સામગ્રીઓ સાથે કપડાઓ પહોંચાડી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નીતિન માને અને તેમની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી લોકોને મદદરૂપ થવાનું કાર્ય યથાવત રાખ્યું છે.

Tags:    

Similar News