ભરૂચ : ઝઘડીયાના સારસા ગામે વૃધ્ધા પર હુમલો કરનાર વાનર ઝડપાયો

Update: 2021-08-24 12:40 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે વૃધ્ધા પર હુમલો કરનારો વાનર પાંજરે પુરાઇ જતાં લોકોએ હાશકારો લીધો છે. પોતાના ઘરના વાડામાં ઉભેલી વૃધ્ધા પર વાનરે હુમલો કર્યા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઝઘડીયા તાલુકાના સારસા ગામે ત્રણેક દિવસ પહેલા પટેલ ફળિયામાં રહેતા ૮૫ વર્ષીય વૃધ્ધા કાંતાબેન પટેલ પોતાના ઘરના વાડામાં ઉભા હતાં તે સમયે એક વાનરે તેમના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધાએ વાનરને ભગાડવાનો પ્રયાસ કરતાં વાનરે વૃધ્ધા પર હુમલો કર્યો હતો. વાનરે વૃધ્ધાને પગના ભાગે બચકું ભરી લીધું હતું. વૃધ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગામલોકોએ વન વિભાગને જાણ કરતાં પટેલ ફળિયા પાસે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્રણ દિવસની જહેમત બાદ આખરે હુમલાખોર વાનર પાંજરે પુરાઇ ગયો હતો. રાજપારડીના ફોરેસ્ટ અધિકારી મહેશભાઇના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા વાનરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.ઉલ્લેખનીય છેકે સારસા ગામમાં હજી નોંધપાત્ર સંખ્યામાં વાનરો વસવાટ કરી રહયાં છે.જો કે એક મોટો વાનર વનવિભાગના છટકામાં સપડાતા ગ્રામજનોએ હાલ તો રાહત અનુભવી છે.

Tags:    

Similar News