ભરૂચ: ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું

Update: 2021-10-09 14:38 GMT

આજરોજ ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખા દ્વારા કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. માં જગદંબાની આરધાનાનું પર્વ નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રીમાં કન્યાઓનું પૂજન એ હિન્દુ સંસ્કૃતિમાં મહત્વનુ માનવામાં આવે છે. ત્યારે ભરૂચ જુવેલીન હોમ ખાતે કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં કન્યાઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું જેમાં બ્લડગ્રૂપ અને હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જરૂર જણાય ત્યારે નિદાન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખા દ્વારા આ અનાથ કન્યાઓને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા જાનવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના જોઇન્ટ સેક્રેટરી રવી પટેલ, ભૃગુભૂમિ શાખાના ઉપાધ્યક્ષ યોગેશ પારિક, GNFCના સીએમઓ સુષ્માબેન પટેલ, ભારત વિકાસ પરિષદના મહિલા સભ્ય મધુબેન ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.

Tags:    

Similar News