ભરૂચ: આવતીકાલે જીલ્લામાં 4 સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,પોલીસનો ચાંપતો બંદોબસ્ત

આવતીકાલે અષાઢી બીજનો અનેરો અવસર, ભરૂચ શહેરમાં 3 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી આયોજન

Update: 2022-06-30 10:45 GMT

ભરૂચ જીલ્લામાં આવતીકાલે 4 સ્થળોએથી રથયાત્રા નિકળશે જેને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે.ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે જેને લઇ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળનાર છે.આ તરફ અંકલેશ્વરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે જેને લઈ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે.ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ,૩૯૩ ,ડીવાયએસપી ૦૨,એ.એસ.પી-૦૨,પી.આઈ-૧૨,પીએસઆઇ -૩૦,એસ.આર.પી -૧ ગ્રુપ, ડ્રોન કેમેરા- ૩,બોડી વોન કેમેરા - ૧૩૮ સહિત 980 પોલીસકર્મીઓનો કાફલો તૈનાત રહેશે

Tags:    

Similar News