ભરૂચ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરાયો

ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Update: 2023-03-11 07:56 GMT

ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં ચૂંટાયેલા ધારાસભ્યો હવે મતદારોના પ્રશ્ન માટે કાર્યરત થઈ પોતાના જનસંપર્ક કાર્યાલય ખોલી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત 153-વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે રીબીન કાપીને પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના પરિવારજનો દ્વારા ધાર્મિક વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પોતાના વિસ્તારના નાગરિકોના કામો તેમજ સમસ્યાઓનું આ કાર્યાલયથી નિરાકરણ કરવામાં આવશે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના મતવિસ્તાર અને મતદાતાઓ માટે જનસંપર્ક કાર્યાલયની શરૂઆત કરી છે, અને ખાતરી આપી છે કે, આવનાર 5 વર્ષ સુધી તેઓ દરેક સમસ્યા, પ્રશ્ન અને વિકાસના કામો પ્રત્યે કાર્યરત રહેશે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News