ભરૂચ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ભેંસ અને પાડા બાબતે ગુનામાં પાસાની કાર્યવાહીના પરિપત્રનો વિરોધ કરાયો,જાણો સમગ્ર મામલો

સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરી માંગ કરે છે કે આવનારા દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવતો હોય આવા સમયે આવો પરિપત્ર બહાર પાડેલ છે .

Update: 2022-05-18 11:33 GMT

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભેંસ તથા પાડા બાબતે ગુનો દાખલ થાય તો તે અનુસંધાને પાસા હેઠળ અટકાયત કરવા સંબંધિત થયેલ હુકમને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ તરફથી ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં મુસ્લિમ સમાજનો પવિત્ર બકરી ઈદનો તહેવાર આવી રહેલો હોય અને આવા સમયે ગુજરાત રાજ્ય ડી.જી.પી. દ્રારા ભેંસ અથવા પાડાની કુરબાનીનો ગુનો કરવામાં આવશે તો તેના વિરૂધ્ધ પાસા હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવશે

તેવો પરિપત્ર બહાર પાડેલ છે . જેનો સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરી માંગ કરે છે કે આવનારા દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવતો હોય આવા સમયે આવો પરિપત્ર બહાર પાડેલ છે .જેથી આવો પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે તેવી સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે . અને આ બાબતે તાકીદે આ પરિપત્રને રદ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકોમાં જાણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News