ભરૂચ : આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિન નિમિત્તે આમોદ પોલીસની સરાહનીય કામગીરી, લોકજાગૃતિ અર્થે સંકલ્પ લીધા...

ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો

Update: 2023-06-26 10:30 GMT

ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથક ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે, “અમો જીવનમાં ક્યારેય પણ કોઈ ખરાબ વ્યસનની કુટેવ પાડીશું નહીં, તેમજ જે લોકો આવા ખરાબ નશાકારક દ્રવ્યોના વ્યસન કરતા હશે તો તેઓને આવા નશાથી દૂર કેમ કરવા તે દિશામાં કામગીરી હાથ ધારીશું.” આ ઉપરાંત તેમના પરિવાર, સમાજ પર થતી શારીરિક, માનસિક તેમજ આર્થિક નુક્શાનીઓ વિશે જાગૃત કરી તેઓને નશાના દેત્યથી છુટકારો અપાવી સુખી જીવન જીવે તથા દેશના વિકાસમાં સહભાગી બને તેવો સંદેશો દરેક સમાજ તથા દેશવાસીઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News