ભરૂચ: શિક્ષક દિવસ નિમિત્તે ચેનલ નર્મદા દ્વારા રૂંગટા વિદ્યાલયના શિક્ષિકાને એવોર્ડ આપી કરાયા સન્માનીત

ભરૂચ સ્થિત ચેનલ નર્મદા તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે

Update: 2022-09-05 11:56 GMT

ભરૂચ સ્થિત ચેનલ નર્મદા તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ચેનલ નર્મદા દ્વારા નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરના ધર્મપત્ની સ્વ. દિપીકાબેન ઠાકરની યાદમાં શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવાનું આયોજન કર્યું હતું.જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદી વિજેતા બન્યા હતા જેઓનું આજરોજ શિક્ષક દિનના દિવસે સન્માન કરવામાં આવ્યું.


આ સ્પર્ધામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, કોલેજના પ્રોફેસર તેમજ શાળા સંચાલકો માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૪ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદીએ આ સ્પર્ધા જીતી મેળવતાં આજરોજ તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉલ્લાસબહેન મોદીએ જણાવ્યું હતું કે એક શિક્ષક એ સારા નાગરિકનું ઘડતર કરે છે અને મને ગૌરવ છે કે હું શિક્ષક છું.આ પ્રસંગે ચેનલ નર્મદાના ડીરેક્ટર ઋષિ દવે, નરેશ ઠક્કર, જીગર દવે, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા..

Tags:    

Similar News