ભરૂચ: મનુબર ગામની પાણીની સમસ્યાનો અંત,ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સમ્પનું લોકાર્પણ કરાયું

મનુબર ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી ઝર્જરીત બનતા પાણીની સમસ્યા ઉદ્દભવી હતી. ક્ષમતા પ્રમાણે ટાંકીમાં પાણી ભરવા જતા ટાંકી ધરાસાઈ થાય તેવી શક્યતાઓ હતી.

Update: 2022-07-25 10:21 GMT

ભરૂચના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભરૂચ તાલુકાના મનુબર ગામે ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સમ્પ સહિત ૯૫.૪૦ લાખના કામોના લોકાર્પણ કરતા ગામની પાણીની સમસ્યાનો અંત આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લાના મનુબર ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી ઝર્જરીત બનતા પાણીની સમસ્યા ઉદ્દભવી હતી. ક્ષમતા પ્રમાણે ટાંકીમાં પાણી ભરવા જતા ટાંકી ધરાસાઈ થાય તેવી શક્યતાઓ હતી. જેના કારણે છેલ્લા અનેક વર્ષોથી ટાંકીમાં ઓછું પાણી ભરી ગ્રામજનોને અપાતું હતું. જેમાં વીજળીનો ખર્ચ વધવા ઉપરાંત પ્રેસર સાથે પાણી મળતું ન હતું. ગામના પૂર્વ સરપંચ શબ્બીરભાઈ સહિતના આગેવાનોની રજૂઆતના પગલે ધારાસભ્ય અરુણસિંહ રણાએ જલ જીવન મિશન અને નલ સે જલ યોજના હેઠળ ૧.૫૦ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી, ૫૦૦૦૦ લીટર ક્ષમતાવાળો ભૂગર્ભ સંપ, ૯.૫ કિલોમીટર લાંબી પાઇપલાઇન, ૯૦૦ ધરોમાં નળ કનેકશન, પંપ ઘર, મોટર અને વીજળીકરણ સહિત કુલ ૯૫.૪૦ની યોજના મંજુર કરાવી હતી. જેનું કાર્ય પૂર્ણ થતાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, પૂર્વ સરપંચ શબ્બીરભાઈ અને ગામના આગેવાન મુબારકભાઈ સહિત ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કર્યા હતા.

Tags:    

Similar News