ભરૂચ: પાલતુ શ્વાનને સ્ટેન કેન્સર, તબીબોએ અઢી કલાક ઓપરેશન કરી જીવ બચાવ્યો

Update: 2021-09-22 12:18 GMT

સ્તન કેન્સરથી પીડિત એક શ્વાનનો જીવ બચવાયો હોવાનો અજીબ કિસ્સો ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાંથી બહાર આવ્યો છે. સરકારી પશુ દવાખાને અદ્યતન મશીન વડે સરકારી તબીબ અને તેમની ટીમે અઢી કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલોની સ્તન કેન્સરની ગાંઠ સફળ રીતે કાઢી જીમીનો જીવ બચાવી લીધો હતો.

મહિલાઓમાં સ્તન કેન્સર હોવાનું આમ બની ગયું છે. જેમાં ઓપરેશન કરી કેન્સરની ગાંઠ કાઢી લઈ મહિલાનો જીવ બચાવી લઈ આ ભયંકર બીમારમાંથી નિજાત અપાવવામાં આવે છે.જોકે તમે કદી સાંભળ્યું છે કે જોયું છે કોઈ માંદા શ્વાન સ્તન કેન્સરની બીમારીથી પીડાતી હોવાનું નિદાન થયું હોય અને તેનું સફળ ઓપરેશન કરી તેને નવજીવન અપાયું હોય.

આવો પ્રથમ કિસ્સો ભરૂચ જિલ્લામાં સામે આવ્યો છે. વાલિયાના દાજીપરા ગામના કિરણ વસાવાનું ગ્રેટ ડેન પ્રજાતિનું પાલતું શ્વાન જીમી બીમાર પડ્યું હતું. તેઓ જીમીને લઈ 20 સપ્ટેમ્બરે વાલિયા પશુ દવાખાને ગયા હતા. જ્યાં પશુ ચિકિત્સક ડો. હાર્દિક પટેલે જીમીને સ્તન કેન્સર હોવાનું નિદાન કર્યું હતું.

માંદા શ્વાન જીમીનો જીવ બચાવવા ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ ન હોય 21 સપ્ટેમ્બરે વાલિયા સરકારી પશુ દવાખાનામાં તબીબ હાર્દિક પટેલ અને તેમની ટીમે શસ્ત્રક્રિયા હાથ ધરી હતી.અદ્યતન મશીનની મદદથી અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલો વજનની સ્તન કેન્સરની ગાંઠ બહાર કાઢી જીમીનો જીવ બચાવી લેવાયો હતો.

સરકારી પશુ દવાખાનાના તબીબએ જણાવ્યું હતું કે મહિલાઓની જેમ ફિમેલ ડોગમાં પણ બ્રેસ્ટ કેન્સરની સમસ્યા અને બીમારી સામાન્ય હોય છે. જોકે તેનું નિદાન કે ઈલાજ નહિ થવાથી તે બહાર આવતું નથી. અને શ્વાનનું મોટા ભાગના કિસ્સામાં મોત થાય છે. 

Tags:    

Similar News