ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, વાંચો શું કરાય માંગ

સમગ્ર રાજ્યમા રખડતા પશુઓના મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા કરવામાં આવતી પશુઓ પકડવાની કાર્યવાહી સામે માલધારી સમાજમા રોષ ભભૂકી રહ્યો છે

Update: 2022-09-19 12:56 GMT

ભરૂચ માલધારી સમાજ દ્વારા પાલિકા દ્વારા પાંજરાપોળ મોકલતા દુધાળા પશુઓના મોતના આક્ષેપ સાથે વળતરની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા સાથે પાલિકા પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી હતી

સમગ્ર રાજ્યમા રખડતા પશુઓના મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા કરવામાં આવતી પશુઓ પકડવાની કાર્યવાહી સામે માલધારી સમાજમા રોષ ભભૂકી રહ્યો છે ત્યારે માલધારી સમાજ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવાયુ છે કે તાજેતરમા જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને ગાયને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં અને ક ગાયના મોત નીપજયાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જેથી માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા માલધારી સમાજને આવેદનપત્ર પાઠવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News