ભરૂચ: શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટુ, વાતાવરણમાં ઠંડક

ભરૂચ શહેરમાં બે દિવસથી વરસાદી અમી છાંટણા વચ્ચે શનિવારે ધોધમાર વરસતા વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું

Update: 2022-06-18 07:47 GMT

ભરૂચ શહેરમાં બે દિવસથી વરસાદી અમી છાંટણા વચ્ચે શનિવારે ધોધમાર વરસતા વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું

ભરૂચ જીલ્લામાં છેલ્લા ૪ દિવસથી કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદના અમી છાંટણા વરસી રહ્યા છે ત્યારે આજે શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં એકાએક આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને જોતજોતામાં ધમાકેદાર વરસાદ તૂટી પાડ્યો હતો વરસાદ વરસતા જ લોકોએ અભરાયે મુકેલ છત્રી અને રેઇનકોટ બહાર કાઢવા પડ્યા હતા શહેરમાં વરસાદ વરસતા જ જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવામાં મળ્યા હતા જયારે વરસાદી વાતાવરણને લઇ ભારે ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો

Tags:    

Similar News