ભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના પરિવારજનોને રૂ.25 લાખની સહાય ચૂકવાશે

દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઘવાયેલા કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે.

Update: 2022-05-19 11:06 GMT

દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઘવાયેલા કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બે હતભાગી કામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો.બુધવારે કંપની દ્વારા મૃતકના પરિજનોને ₹15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે વળતરને લઈ વિવાદ થતા ભારત રસાયણ કંપનીએ વળતર વધારી મૃતકના પરિવાર દીઠ ₹25 લાખ આપવાનું જાહેર કર્યું છે.

સાથે જ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારનો ખર્ચ વહન કરવા અને પગાર ચાલુ રાખવાની પણ ખાતરી અપાઈ છે. ઘટનાને 48 કલાકનો સમય થઈ ગયો છે. જેમાં 17 કામદારોને ઓછી વત્તી ઇજાઓને લઈ સ્વસ્થ થતા રજા અપાઈ છે. જ્યારે હજી પણ ICU માં 4 વધુ ઘવાયેલા કર્મચારી સહિત કુલ 13 કામદારો સારવાર હેઠળ છે.ઉલ્લેખનીય છે કે, દહેજની ભારત રસાયનમાં મંગળવારે બપોરે સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની ઉત્પાદન પ્રક્રિયા વેળા અચાનક બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

Tags:    

Similar News