ભરૂચ : જંબુસર ખાતે રૂ. 10 લાખના ખર્ચે સુંદર નવનિર્મિત 2 સર્કલનું લોકાર્પણ કરાયું…

સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના 2 સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે

Update: 2022-04-21 14:00 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ સ્થિત આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના 2 સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ તથા અટલાદરા BAPS સંસ્થાના કોઠારી ભાગ્ય સેતુદાસ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.


મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર કેતન ત્રિવેદી તાલુકાના અનેક ગામોમાં વખતો વખત સમાજ ઉપયોગી શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા તત્પર રહેતા હોય છે. કંપની સંચાલકો દ્વારા અગાઉના સમયમાં 2007માં જંબુસર નગરના પ્રવેશદ્વાર ડાભા ચોકડી તથા પ્લાઝા પાસે 2 મોટા સર્કલોનુ નિર્માણ કરાયું હતું. હાલ કંપની દ્વારા જંબુસર નગરના એસટી ડેપો તથા ટંકારી ભાગોળ સર્કલનું નવનિર્માણ કરાયું છે, ત્યારે બન્ને સર્કલનું ભૂમિપૂજન અગાઉ BAPS સંસ્થાના સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

જે હાલ અંદાજે 10 લાખના ખર્ચે સુંદર 2 સર્કલો તૈયાર થતા તેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ ભાવના રામી તથા અટલાદરા BAPS સંસ્થાના કોઠારી ભાગ્ય સેતુદાસ સ્વામીના વરદ હસ્તે મંત્રોચ્ચાર વિધિ સહિત કરવામાં આવ્યું હતું. આ નવીન સર્કલ કે, જે ડેપો ખાતે લોકાર્પણ કરાયું તે સુપર સોલ્ટ સર્કલ અને ટંકારી ભાગોળ ખાતે લોકાર્પણ કરાયું તે પ્રમુખસ્વામી સર્કલ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાનવીરદાસ સ્વામી, કંપની ડાયરેક્ટર કેતન ત્રિવેદી, ફેક્ટરી મેનેજર મંગેશ પટેલ, હેમેન્દ્ર યાદવ, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, નગરપાલિકા સદસ્યો સહિત કંપની સ્ટાફ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News