ભરૂચ: સેવાશ્રમ હોસ્પિટલમાં આંખના વિભાગનો પ્રારંભ

સેવાશ્રમ હોસ્પિટલમાં આંખના વિભાગની કરાય શરૂઆત, આંખોના રોગની કરાશે સારવાર.

Update: 2021-09-14 07:26 GMT

ભરુચની જાણીતી સેવાશ્રમ હોસ્પિટલમાં આંખોના વિભાગની શરૂઆત કરવામાં આવી છે જેમાં આંખને લગતા વિવિધ રોગની સારવાર કરવામાં આવશે.

સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે ડોક્ટર યોગેશ પાનવાલા આંખોના વિભાગન્ર તેઓના માતૃશ્રી પુષ્પાબેન પાનવાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ડોક્ટર યોગેશ પાનવાલાનો જન્મ 1962માં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો તેમના પિતાશ્રી એક બેંકમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે એમના પરિવારમાં યોગેશભાઈએ પોતાના અથાગ મહેનત અને પરિશ્રમથી આગળ આવી ડોક્ટરની પદવી મેળવતા પરિવારજનોમાં હર્ષની લાગણી છવાય ગઈ હતી ત્યારબાદ ડૉ.યોગેશ પાનવાલાએ આંખોના નિદાન માટે દેશ-વિદેશની યાત્રા કરી લોકોને આંખોના રોગોમાંથી મુક્તિ અપાવી હતી.

તેમના નિધન બાદ પુત્રનું સ્વપ્નન સાકાર કરવા અને યોગેશભાઈના સેવકાર્યને આગળ ધપાવા તેમની માતા સહિતના પરિવારના સભ્યોએ ડો યોગેશભાઈની યાદ માં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે અધ્યતન સુવિધા સાથે સ્પેશિયલ ડોક્ટરોની ટીમ સાથે ઓપીડી વિભાગ અને ઓપરેશન સેન્ટર શરૂ કરવા માટેના તમામ સાધનો દાનમાં આપી આંખોના વિભાગનો પ્રારંભ કર્યો છે.

Tags:    

Similar News