ભરૂચ : નદીમાં ફેરવાયો "સેવાશ્રમ રોડ", અવર-જવર માટે લોકોને ભારે હાલાકી...

વરસાદને કારણે સેવાશ્રમ રોડ નદીમાં ફેરવાયો,અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા

Update: 2022-07-12 09:50 GMT

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વહેલી સવારથી વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતાં પાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો સાથે ભરૂચના સેવાશ્રમ રોડ, પાંચબત્તી ફાટાતળાવ, દાંડિયાબજાર તેમજ ફુરજા ચાર રસ્તા સહિતના અનેક જાહેર માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સેવાશ્રમ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જોકે, વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં થતાં પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

Tags:    

Similar News