ભરૂચ : અયોધ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.

Update: 2024-04-24 10:53 GMT

ભરૂચ શહેરના વોર્ડ નં. 4માં આવેલ અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે. આ ગટર લાઈનની સાફ-સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવામાં આવી રહી છે. જેથી ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિની પ્રતીતિ થઈ રહી છે. ભાજપના ગઢ ગણાતા અયોધ્યાનગરમાં ગટરલાઈનું દુર્ઘટ મારતું ગંદુ પાણી મુખ્ય માર્ગો પર વહેતું હોય, જેથી વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવ્યો છે. આ સાથે જ ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરના ઉપદ્રવ સહિતના પાણીજન્ય રોગ અહીબા વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાય રહી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો. જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં વારંવાર ગટર ઉભરાય જવા સહિતના પ્રશ્નોના કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે આ મામલે સ્થાનિકોએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના નગરસેવકની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા કચેરીને ગજવી મુકી હતી.

Tags:    

Similar News