ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2022-09-06 12:07 GMT

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફાર્મસીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષક બની જુદા જુદા વિષયોના કલાસીસ લીધા હતા ત્યાર બાદ વિવિધ સ્પર્ધા અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન અને સફળતા પૂર્વક સંચાલન કરવા બદલ ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News