ભરૂચ: રખડતા શ્વાનનો આતંક બે કાબૂ, એક જ મહિનામાં ડોગ બાઇટના 705 કેસ નોંધાયા

શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે

Update: 2023-09-30 11:17 GMT

ભરૂચ શહેર અને જીલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. માત્ર એક જ મહિનામાં શ્વાન કરડવાના 705 કેસ નોંધાયા હતા ગુજરાતમાં રખડતા ઢોર બાદ શ્વાનનો આતંક દિવસેને દિવસે કાબૂ બહાર જઈ રહ્યો છે. છતાં સરકારને આ આતંક દેખાતો નથી. ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો થયો છે તેવામાં ભરૂચ જીલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહયો છે.

છેલ્લા એક મહિનો એટલે કે માત્ર સપ્ટેમ્બર માસમાં જ શ્વાન કરવાના 700 જેટલા કેસ નોંધાયા છે. શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.શ્વાન કરડ્યા બાદ તેની યોગ્ય સારવાર કરાવી પણ અત્યંત જરૂરી છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શ્વાનના આતંકનો ભોગ બનેલા દર્દીઓને રસી મૂકવામાં આવે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ માસે 676 વેક્સિન આપવામાં આવી હતી અને હજુ 96 વિક્સિન ઉપલધ્ધ છે.

Tags:    

Similar News